પર્યાવરણ
- ENGLISH (32)
- TEST (10)
- Ppt FILES (9)
- ગણિત (7)
- મારી શાળા (3)
- CET (1)
- FLN (1)
- NEP 2020 (1)
- Photo Gallary (1)
- VIDEOS (1)
- ગુણોત્સવ 2.0 (1)
- જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા (1)
Saturday, August 31, 2024
HAVE, HAS, HAD, WILL HAVE
Wednesday, August 28, 2024
CVC WORDS
Tuesday, August 27, 2024
संस्कृत अङ्कानि
Sunday, August 18, 2024
ENGLISH WORKBOOK CLASS 4
Saturday, August 17, 2024
ENGLISH TEST
TEST
પહેલી અને બીજી ABCD ની ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.
આર્ટિકલ a અને an ની ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.
એકવચન અને બહુવચનની ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.
એકવચન, બહુવચનની ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો. (Google form)
Rhyming words ( પ્રાસવાળા શબ્દો ) ની ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો. )
વારનાં નામની ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.
મહિનાઓનાં નામની ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.
There is, There are ની ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.
ઉલટ પ્રશ્નોનાં ટૂંકા જવાબની ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો,.
નામયોગી અવ્યય જેવા કે on, in, under, between વગેરેની ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.
સંખ્યાજ્ઞાન ભાગ 1 ની ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.
સંખ્યાજ્ઞાન ભાગ 2 ની ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.
સંખ્યાજ્ઞાન ભાગ 3 ની ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.
Kahoot app Colours test આપવા અહીં ક્લિક કરો.
રંગો અને આકારોની ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.
Has, have ની ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.
ક્રિયાપદોની ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.
ગણિત ધોરણ - 4 કસોટીઓ પ્રથમ સત્ર
પ્રકરણ - ૧ ઈંટોની ઈમારત
સંખ્યાજ્ઞાન ભાગ - 1 ની ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.
( Google form )
સંખ્યાજ્ઞાનની ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.
સરવાળા - બાદબાકીની ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.
ઘડિયાની ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.
ગુણાકારની ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.
ભાગાકારની ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.
ગુણાકાર અને ભાગાકારનાં વ્યવહારિક દાખલાઓની ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.
પ્રકરણ : 2 લાંબુ અને ટૂંકુ
અંતરનાં એકમોની ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.
ઊંચાઈ અને લંબાઈ સંબંધિત દાખલાઓની ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.
બે નગરો વચ્ચેનાં અંતર વિષયક ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો.
પ્રકરણ : 3 ભોપાલનો પ્રવાસ
ભોપાલનો પ્રવાસ ભાગ 1 ની ટેસ્ટ આપવા ક્લિક કરો.
ભોપાલનો પ્રવાસ ભાગ 2 ની ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.
પ્રકરણ - 4 ટીક... ટીક... ટીક...
સમયનાં એકમોની ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.
ઘડિયાળનાં સમયની ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.
સમયનાં વ્યવહારિક ઉપયોગ અંગેની ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.
કેલેન્ડર, તારીખ, મહિના અને વર્ષનાં વ્યવહારિક ઉપયોગ અંગેની ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.
પ્રકરણ - 5 દુનિયા જોવાનો રસ્તો
'દુનિયા જોવાનો રસ્તો' પ્રકરણની ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.
પ્રકરણ - 6 ભંગાર વેચનાર
ગુણાકાર અને ભાગાકાર સંબંધિત ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.
વજનનાં વિવિધ એકમો વિષયક ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.
ગુણાકાર અને ભાગાકારનાં વ્યવહારિક દાખલાઓની ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.
પ્રકરણ - 7 જગ અને મગ
ગુંજાશનાં એકમો લીટર અને મિલીનાં રૂપાંતર અને સરવાળા બાદબાકી સંબંધિત ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.
ગુંજાશનાં વ્યવહારિક દાખલાઓની ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.
Friday, August 16, 2024
ગણિત કસોટીઓ ધોરણ 5
અત્રે ધો. 5 નાં ગણિત વિષયની પ્રથમ સત્રની કસોટીઓ મૂકેલી છે. જેમાં વૈકલ્પિક પ્રશ્નો આપેલા છે. વિદ્યાર્થીઓ જાતે તેનું મૂલ્યાંકન કરી શકશે. પ્રકરણનાં અંતે તેઓ ખોટા પડેલા પ્રશ્નો, તેના સાચા જવાબો અને મેળવેલા ગુણ જાણી શકશે.
પ્રકરણ - 1 રાષ્ટ્રીય ફળ : કેરી
સંખ્યાજ્ઞાન ભાગ - 1 ની ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.
સંખ્યાજ્ઞાન ભાગ - 2 ની ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.
સંખ્યાજ્ઞાન ભાગ - 3 ની ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.
પ્રકરણ - 2 આકાર અને ખૂણાઓ
આકાર, ખૂણાઓ અને તેના પ્રકારોની ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો
પ્રકરણ - 3 કેટલા ચોરસ ?
પરિમિતિ અને ક્ષેત્રફળની ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.
પ્રકરણ - 4 ભાગ અને પૂર્ણ
ભાગ અને પૂર્ણ પ્રકરણની ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.
પ્રકરણ - 5 શું તે સરખું દેખાય છે ?
દર્પણ આકૃતિ સંબંધી ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.
પ્રકરણ - 6 તું મારો ગુણક, હું તારો અવયવ
અવયવ અને અવયવી, લ.સા.અ. તથા ગુ.સા.અ. ની ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.
પ્રકરણ - 7 તમે પેટર્ન ( તરાહ ) જોઈ શકો છો ?
સંખ્યાઓની, આકૃતિઓની અને મૂળાક્ષરોની પેટર્ન સંબંધી ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.
Thursday, August 15, 2024
ચારણકન્યા
ગુજરાતની ધરા પર આવેલા ગીરનાં જંગલ અને તેનાં માનવીઓની કથાઓ સાહિત્ય જગતમાં ખૂબ પ્રચલિત છે. સિંહોની ડણક વચ્ચે પણ સાવજનાં કાળજા ધરાવતા માણસો પણ થઈ ગયા. જંગલમાં સિંહોની વસ્તી વચ્ચે પોતાનાં માલ ઢોર ચરાવવા નીકળેલી ચૌદ વર્ષની ચારણકન્યા સામે સિંહ આવી ચડે છે. ત્યારે હૈયે હિંમત રાખી સિંહને સામો પડકાર ફેંકે છે. પોતાનાં અતુલ્ય સાહસથી તે સિંહને પણ ભગાડી દે છે. નાનકડી બાળાનાં અતુલ્ય સાહસ અને વીરરસને પોતાની કલમમાં ભરી શાહી રૂપે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી એક અમરકૃતિનું સર્જન કરે છે. એ કૃતિ થકી ચારણકન્યા આજે દરેકનાં માનસપટ પર અમરત્વ ધરાવે છે. આજે 78 માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે શ્રી શાપર કુમાર શાળાનાં બાળકોએ ચારણકન્યા કવિતા પર પોતાની કૃતિ પ્રદર્શિત કરી.
વીડિયો સૌજન્ય : કિરણબેન કોટક
Tuesday, August 13, 2024
મારી શાળા
શાળા એ કોઈ ઈંટો કે પથ્થરોનું બનેલું અને થોડું રાચરચીલું ધરાવતું મકાન માત્ર નથી. એ તો એનો ભૌતિક બાંધો થયો. શાળા એ તો જીવંત ધબકાર છે. મનુષ્યને સભ્ય સમાજમાં જીવવાપાત્ર બનાવવામાં અને વ્યક્તિનાં જીવન ઘડતરથી માંડી રાષ્ટ્રનાં નવનિર્માણમાં શાળાનું સ્થાન મોખરે છે. ભારતવર્ષનાં યુગો-યુગોનાં ઈતિહાસમાં શિક્ષણનો મહિમા વિશેષ રહ્યો છે. જ્ઞાન અર્જિત કરવાની પરંપરામાં આરુણિ, એકલવ્ય, અર્જુન, કર્ણ જેવા મહાન શિષ્યો થઈ ગયા. સામે પક્ષે ગુરુ દ્રોણાચાર્ય, ગુરુ પરશુરામ, ગુરુ વશિષ્ઠ, મહર્વિષિ વિશ્વામિત્ર, મહર્ષિ વાલ્મિકી, ચાણક્ય જેવા ગુરુશ્રેષ્ઠ થઈ ગયા. ભારત રાષ્ટ્રનું નિર્માણ આ બધા મહાન ગુરુ શિષ્યોનાં પ્રતાપે થયેલું છે. અહીં આશ્રમો અને ગુરુકુળોમાં જ્ઞાનની સરવાણી વહેતી.
સમય બદલાયો. ઘણા વિપરિત પરિબળોને પરિણામે આજે એ ઉત્તમ શિક્ષણ વ્યવસ્થાથી આપણે સૌ ખૂબ દૂર થઈ ગયા. ચૉક-ટૉક થી માત્ર શિક્ષક કેન્દ્રિત શિક્ષણ વ્યવસ્થાઓ પણ ખૂબ ચાલી. પરંતુ સમય બદલાયો છે. આવશ્યકતા છે એ બીબાઢાળ, ગોખણપટ્ટી વાળા શિક્ષણને સ્થાને નવતર, સમજણને પ્રાધાન્ય આપતા શિક્ષણની. નવી શિક્ષણ પોલિસી આવી છે, જેમાં શિક્ષણની અસરકારકતા અને ઉપયોગિતા પર વિશેષ ધ્યાન અપાયું છે.
વિદ્યાર્થીનું જીવન ઘડતર ઘણુખરુ શાળામાંથી થાય છે. શાળા એ વિદ્યાર્થીઓનું બીજું ઘર છે. બાળક આવતી કાલનો યુવાન બનશે અને આ રાષ્ટ્રની ધુરા તેમનાં હાથમાં હશે. આથી આવશ્યક છે તેમને ગુણવત્તાસભર શિક્ષણ આપવાની, સંસ્કાર આપવાની. જામનગર જિલ્લાથી ૨૨ કિમી દૂર આવેલા નાનકડા શાપર ગામમાં આવેલી શ્રી શાપર કુમાર શાળામાં આ ઉદ્દેશ્ય સાથે આગળ વધી રહી છે. વિક્રમ સંવત ૧૯૪૮, શ્રાવણ માસનાં કૃષ્ણ પક્ષની ચતુર્થી એટલે કે તા. ૧૩, ઑગસ્ટ, ૧૮૯૨, શનિવાર નાં રોજ શાપર ગામમાં શરૂ થયેલી આ શાળા આજે ૧૩૩ માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે. સમય સાથે શાળાનું સ્વરૂપ બદલાયું. નળિયાવાળા મકાનથી લઈને આજે બે માળવાળી, આઠ ઓરડાઓ ધરાવતી, કમ્પ્યૂટર લેબ, સ્માર્ટ ક્લાસ અને વિશાળ ક્રિડાંગણ ધરાવતી શાળા સૂધીની યાત્રા આ ગાળામાં કરી છે.
આજે અમારી શાળાનાં સ્થાપના દિવસ નિમિત્તે શાળામાં નવી કમ્પ્યૂટર લેબ શરૂ થવા જઈ રહી છે. જેનાંથી દરેક બાળક આજનાં યુગ સાથે કદમ મિલાવી કમ્પ્યૂટરનું જ્ઞાન પણ મેળવશે. આ ઉપરાંત આજનાં દિવસથી શાળા પોતાનો બ્લોગ શરૂ કરવા જઈ રહી છે. જેમાં શિક્ષણ સંબંધિત વીડિયો કે pdf ફાઈલ અને બાળકોની સિદ્ધિ અને વિશેષતાઓ પ્રસિદ્ધ કરવામાં આવશે.
બ્લોગનું નામ विद्यादानम् શા માટે ?
અમારો પ્રથમ અને અંતિમ ઉદ્દેશ્ય જ્ઞાનનું દાન કરવાનો છે. જ્ઞાનનું દાન એ બધા દાનોમાં શ્રેષ્ઠ છે. સુવર્ણના દાન, પશુઓના દાન કે સંપતિનાં દાનથી આપનાર પાસે તે ઘટે છે. પરંતુ વિદ્યાનું દાન આપનાર અને લેનાર બંને પક્ષે વધે છે. સંસ્કૃત ભાષા જ્ઞાનની ગંગા છે. ભારતવર્ષનાં વિવિધ ક્ષેત્રોનાં નિષ્ણાતોએ પોતાની કૃતિઓ કે ગ્રંથો સંસ્કૃતમાં જ રચેલા હતા. આથી તેઓનાં મહાન વારસાને આગળ ધપાવવાનાં હેતુસર અમારા બ્લોગનું નામ विद्यादानम् રાખવામાં આવેલ છે.
માતા સરસ્વતીનાં આશિષ સાથે અહીં વિરામ લઈએ છીએ.
જય ભારતવર્ષ 🇮🇳














