Thursday, August 15, 2024

ચારણકન્યા

 ગુજરાતની ધરા પર આવેલા ગીરનાં જંગલ અને તેનાં માનવીઓની કથાઓ સાહિત્ય જગતમાં ખૂબ પ્રચલિત છે. સિંહોની ડણક વચ્ચે પણ સાવજનાં કાળજા ધરાવતા માણસો પણ થઈ ગયા. જંગલમાં સિંહોની વસ્તી વચ્ચે પોતાનાં માલ ઢોર ચરાવવા નીકળેલી ચૌદ વર્ષની ચારણકન્યા સામે સિંહ આવી ચડે છે. ત્યારે હૈયે હિંમત રાખી સિંહને સામો પડકાર ફેંકે છે. પોતાનાં અતુલ્ય સાહસથી તે સિંહને પણ ભગાડી દે છે. નાનકડી બાળાનાં અતુલ્ય સાહસ અને વીરરસને પોતાની કલમમાં ભરી શાહી રૂપે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી એક અમરકૃતિનું સર્જન કરે છે. એ કૃતિ થકી ચારણકન્યા આજે દરેકનાં માનસપટ પર અમરત્વ ધરાવે છે. આજે 78 માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે શ્રી શાપર કુમાર શાળાનાં બાળકોએ ચારણકન્યા કવિતા પર પોતાની કૃતિ પ્રદર્શિત કરી. 

વીડિયો સૌજન્ય : કિરણબેન કોટક



No comments:

Post a Comment